જુનિયર ઓપન કચ્છ લોન ટેનિસ : ભુજની અવ્લીને બેવડો ખિતાબ જીત્યો

જુનિયર ઓપન કચ્છ લોન ટેનિસ : ભુજની અવ્લીને બેવડો ખિતાબ જીત્યો
આદિપુર, તા. 16 : કે.ડી.ટી.ટી.એ.ના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કચ્છ ડિસ્ટ્રીક્ટ ટેલબ ટેનિસ એસોસિયેશન દ્વારા આયોજિત જુનિયર ઓપન કચ્છ લોન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભુજની અવ્લીન કૌરે અન્ડર-16 ગર્લ્સ અને અન્ડર-14 ગર્લ્સમાં ચેમ્પિયન બનીને બેવડો ખિતાબ પોતાનાં નામે કર્યો હતો. અન્ડર-16 બોયસનું ટાઈટલ ગાંધીધામના ચિરાગ ડોગરાએ જીત્યું હતું. અન્ય કેટેગરીમાં અન્ડર-14 બોયસમાં ભુજના હેત શાહ અને અન્ડર 12 બોયસમાં ભુજના પીયૂષ કેસરિયા ચેમ્પિયન બન્યા હતા. જ્યારે અન્ડર-10 બોયસનું ટાઈટલ યશ વર્ધને જીત્યું હતું. વિજેતા ખેલાડીઓને મુખ્ય મહેમાન અને સી.પી.એલ. ગ્રુપના ચેરમેન ડી.કે. અગરવાલ, જી.એસ.ટી.ટી.એ.ના માનદ્ મંત્રી હરેશ સંગતાની, ટૂર્નામેન્ટ ડાયરેક્ટર સ્વીટી અડવાની, કે.ડી.ટી.ટી.એ.ના સહમંત્રી સુનીલ મેનન, ટી.ટી. ઈન્ટરનેશનલ અમ્પાયર કમલ આસનાની તેમજ લોન ટેનિસના હેડ કોચ જીતુ પરમાર દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર અપાયાં હતાં. કે.ડી.ટી.ટી.એ.ના નૂરશા પઠાણ, કનિષ્ક અડવાની, નીલેશ કાતરિયા, ચંદા ઠાકવાની, જિતેશ ઠક્કર, ચાર્મી પટેલ, નરેશ ગોસ્વામી, ડીકલ ધારીવાલ, રણજિતસિંહ જાડેજા સહિત સભ્યોએ આયોજન સંભાળ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer