સંતાનમાં શિક્ષણના સિંચન માટે મા-બાપની ભૂમિકા મહત્ત્વની

સંતાનમાં શિક્ષણના સિંચન માટે મા-બાપની ભૂમિકા મહત્ત્વની
નખત્રાણા, તા. 16 : સંતાનના શિક્ષણમાં મા-બાપની ભૂમિકા મુખ્ય હોય છે અને શિક્ષણનો પાયો ઘરમાંથી જ પડે. આજના ઝડપી યુગમાં બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવું એ સમયની માંગ છે એવું નખત્રાણા- લખપત તાલુકા કચ્છી રાજગોર સમાજના સરસ્વતી સન્માન સમારોહ તેજસ્વી તારલાઓના સન્માન પ્રસંગે અનુરોધ કરાયો હતો. શરૂઆતમાં મુખ્ય મહેમાન જિતેન્દ્રભાઈ રાજગોર, અતિથિવિશેષ અને નખત્રાણા-લખપત તાલુકા રાજગોર સમાજના પ્રમુખ વિપુલભાઈ રાજગોરના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે સમાજના `િશક્ષણરત્ન' ડો. કાન્તિભાઈ ગોરે કહ્યું હતું કે, શિક્ષણનો ખરો પાયો ઘરમાંથી જ પડે. સંતાનના શિક્ષણ સિંચનમાં મા-બાપની ભૂમિકા મહત્ત્વની હોય છે. શિક્ષણ અંગે સમાજને દિશાસૂચન કર્યા હતા. કચ્છી રાજગોર સમાજ કચ્છની વિવિધ પાંખોના હોદ્દેદારો જેમાં ભુજ સમાજના પરેશ ગોર, શિવશંકર નાકર, ગાંધીધામ સમાજના સુરેશ ગોર, સુનિલ ભટ્ટ, કમલેશ ગોર, મુંબઈ સમાજના અગ્રણી ન્યુરાજભાઈ રાજગોર ઉપસ્થિત રહ્યા હતા. માજી પ્રમુખ ગિરીશ નાકર, રાજેશ ગોરનો સહયોગ મળ્યો હતો. વર્તમાન હોદ્દેદારો વિપુલ ગોર, શૈલેશ ગોર, લાભશંકર ગોર, અનિલ ગોર, અમિત ભટ્ટ, હિતેશ રાજગોર, કલ્પેશભાઈ તેમજ તમામ કારોબારી સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી. 98 જેટલા તેજસ્વી તારલાઓને સન્માન પ્રમાણપત્ર અને ભેટ સોગાદો આપી ઉપસ્થિત સમાજના અગ્રણી દ્વારા સન્માનવામાં આવ્યા હતા. તો કાર્યક્રમમાં જેમનો આર્થિક સહયોગ મળ્યો એવા દાતાઓને નવાજવામાં આવ્યા હતા. સંચાલન કુ. આરતી ગોરે જ્યારે આભારવિધિ સમાજના ઉપપ્રમુખ ઘનશ્યામ નાકરે કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer