ભુજના ઇજનેરી છાત્રોએ સુખપરમાં હાથ?ધર્યું સ્વચ્છતા અભિયાન

ભુજના ઇજનેરી છાત્રોએ સુખપરમાં  હાથ?ધર્યું સ્વચ્છતા અભિયાન
ભુજ, તા. 16 : ભારત સરકાર દ્વારા ચાલેલી સ્વચ્છ ભારત સમર ઇન્ટર્નશિપના ભાગરૂપે ભુજની સરકારી ઇજનેરી કોલેજના માઇનિંગ ઇજનેરીના વિદ્યાર્થીઓ દ્વારા સુખપર ગામ ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સુખપર ગામના જૂનાવાસ અને નવાવાસ ખાતે સ્વચ્છતા માટેની લોકોમાં જાગૃતિ અર્થે ગામની વિવિધ શાળાઓમાં સ્વચ્છતા અંગે પ્રતીજ્ઞા, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, પોસ્ટર પ્રદર્શન, વ્યાખ્યાન, પર્યાવરણની કેળવણી તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગેની સમજણ?અપાઇ હતી. આ કાર્યક્રમોમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. ઘેર-ઘેર ફરીને આ અભિયાન અંતર્ગત લોકોમાં જાગૃતિ કેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોલેજના આચાર્ય પ્રો. ડો. પ્રવીણ પી. રાઠોડ અને પ્રોફેસરો જે.કે. નાથાણી, જે.એ. વાણિયા વિગેરેના માર્ગદર્શન હેઠળ માઇનિંગ ઇજનેરીના વિદ્યાર્થીઓ આકાશ કાલરિયા, ધ્રુવરાજસિંહ ઝાલા, કિરણકુમાર ભાકુન્દરા, ચંદ્રદીપસિંહ જાડેજા, કિશન પુરોહિત, મોહમ્મદ બિલાલ, જગદીશ રાખોલિયા, નીલેશ લગારિયા, જયદીપ ગેડિયા, ભરત આંબલિયા અને અન્ય વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગામના સરપંચ તથા વિવિધ શાળાના આચાર્ય તથા શિક્ષક ગણે સહકાર આપ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer