મુંદરા તાલુકામાં પ્રાથમિક શિક્ષણના ઉર્ધ્વીકરણ માટે કરાર કાર્ય પૂર્ણ

મુંદરા તાલુકામાં પ્રાથમિક શિક્ષણના   ઉર્ધ્વીકરણ માટે કરાર કાર્ય પૂર્ણ
મુંદરા, તા. 16 : પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા વધે, વિદ્યાર્થીઓનો શિક્ષણ પ્રત્યેનો અભિગમ બદલાય અને શાળાઓની કામગીરીમાં ઉર્ધ્વીકરણનું પ્રાગટય થાય તે હેતુસર અદાણી ફાઉન્ડેશન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વચ્ચે પ્રોજેક્ટ ઉત્થાન માટે કરાર કરવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષમાં મુંદરા તાલુકાની 17 શાળાઓના ગુણવત્તાસભર શિક્ષણ, શાળા વ્યવસ્થાપન અને ભૌતિક સુવિધાઓ તમામ જવાબદારી અદાણી ફાઉન્ડેશનને સરકાર દ્વારા સુપરત કરવામાં આવી છે. આ પ્રયાસ પ્રાથમિક શિક્ષણ માટે ઉદ્દીપકનું કામ કરશે તેમાં શંકાને સ્થાન નથી તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. આ અભિગમમાં જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ગુણવત્તા સુધારણાના તમામ પાસાઓ આવરી કામગીરી હાથ ધરવામાં આવશે. આ કરાર સંજય પરમાર (જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી) તથા છાયાબેન ગઢવી (ચેરમેન, જિલ્લા શિક્ષણ સમિતિ) તથા અદાણી ફાઉન્ડેશનના સામાજિક ઉત્તરદાયિત્વના વડા પંક્તિબેન શાહ દ્વારા કરવામાં આવ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer