મચ્છર નાબૂદી અર્થે હાજીપીરમાં અલપ્રરા સાઇથોલ પાઉડરનો છંટકાવ

મચ્છર નાબૂદી અર્થે હાજીપીરમાં  અલપ્રરા સાઇથોલ પાઉડરનો છંટકાવ
હાજીપીર (તા. ભુજ), તા. 16 : વર્ષ 2022 સુધી મેલેરિયા નાબૂદ કરવાના ધ્યેય સાથે અલપ્રરા સાઇથોલ પાઉડરનો છંટકાવ શરૂ થયો છે. હાજીપીર પંથકમાં 15 વર્ષ પછી આવી કામગીરીનો આરંભ થયો છે. કચ્છના છેવાડાના ગામો જેવા સરહદી વિસ્તાર બન્ની વિસ્તારના હાજીપીર પંથકમાં મચ્છરોને નાબૂદ કરવા સ્પ્રેઈંગ છાંટવાની કામગીરી આરંભાઇ છે. જેમાં અલપ્રરા સાઇથોલ નામના પાઉડરને 10 લિટર પાણીમાં 250 ગ્રામનું પેકેટ નાખીને છાંટવામાં આવે છે. આ છંટકાવની અસર બે અઢી મહિના ચાલે છે ત્યારબાદ ફરીથી બીજો રાઉન્ડ ચાલુ કરવામાં આવે છે. આવતીકાલે ગોરેવાલી પી.એચ.સી. હેઠળના 10 ગામોની પસંદગી કરવામાં આવી છે. અને આગામી 10 દિવસમાં આ ગામોમાં કામગીરી પૂરી કરાશે જેમાં લુણા, હાજીપીર, બુરકલ, ધોરડો, ઉડો, ડુમાડો (જરારવાંઢ), વડલી, સાડાઇ, સેરવો વગેરે ગામોમાં બે ટીમ દ્વારા કામગીરી થશે. આ કામગીરીમાં ખાસ આ વિસ્તારમાં મચ્છરજન્ય રોગોના કેસો વધુ મળ્યા હતા ત્યારે કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી પંકજકુમાર પાંડેના માર્ગદર્શન તળે ગોરેવાલી પી.એચ.સી.ના ડો. અમીન અરોરા, સુપરવાઇઝર ગુલામ નોડે, ઇશ્વરભાઇ, સમા મુસ્તફા જુણશભાઇ, સાલે મોડજી, મામદ કાસમ વગેરે આ કામગીરીમાં સામેલ થયા છે. હાજીપીર ખાતે આ છંટકાવની કામગીરીના આરંભે ગામના હાજી દાઉદ, આમદ મોટા, લતીફભાઇ, ઉ. સરપંચ હારૂનભાઇ, સરપંચ સજણભાઇ સૈયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer