અંજાર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિન ઉજવણી કરાઇ

અંજાર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા  વિશ્વ વસ્તી દિન ઉજવણી કરાઇ
અંજાર, તા. 16 : અંજાર તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિનના ઉપલક્ષમાં સેમિનાર યોજાયા હતો. આ વેળાએ આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર બહેનોનું સન્માન કરી બિરદાવવામાં આવી હતી. અંજાર રોટરી હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમના પ્રારંભમાં રતનાલ આરોગ્ય કેન્દ્રના ડો. એન. કે. વર્મા સહિતના હસ્તે દિપ પ્રાગટય કરાયું હતું. ત્યારબાદ ડો. વર્માએ સ્વાગત પ્રવચનમાં આયોજનના ઉદેશ પર પ્રકાશ પાડી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો સંમેલનમાં આરોગ્ય વિભાગની બહેનોને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની જુદી જુદી યોજનાઓ સંદર્ભે વિગતો અપાઇ હતી. આ ઉપરાંત આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર 16 મહિલા આરોગ્ય કર્મચારી અને આશાવર્કરનું સન્માન કરાયું હતું. મેઘપર પ્રા. આરોગ્ય કેન્દ્રના ડો. પાર્થ જાનીએ વિશ્વની વધતી જતી વસ્તીના કારણે ઉદભવતી સમસ્યાઓ અને મુશ્કેલી તથા સામાજીક સ્તરે થતી અસરની તથા વસ્તી સ્થિર કરવા માટેના ઉપાયો જણાવ્યા હતા. અંજાર અર્બન આરોગ્ય કેન્દ્રના હિરલબેને ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનની માહિતી આપી હતી. આ પ્રસંગે ભીમાસર આરોગ્ય કેન્દ્રના ડો. વૈશાલી રાવલ, માથક આરોગ્ય કેન્દ્રના ડો. બંશી ખેરડીયા, સંઘડ આરોગ્ય કેન્દ્રના ડો. આરતી વાસાણી તથા આર.બી.એસ. કે.ના તબીબો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ એસ.ડી. આહીરે કરી હતી. આયોજનને સફળ બનાવવા માટે અંજાર તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર.એ. અંજારિયાના માર્ગદર્શન તળે સ્ટાફગણે સહકાર આપ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer