કચ્છમાં આજથી રેલવે રનિંગ સ્ટાફ હડતાળમાં

ગાંધીધામ, તા.16 : પડતર પ્રશ્નોનો અનેક રજૂઆતો બાદ પણ ઉકેલ ન આવતાં રેલવેના ઓલ ઈન્ડિયા રનીંગ સ્ટાફ એસોસીએશનના આહ્વાન મુજબ કચ્છના તમામ રનીંગ સ્ટાફ દ્વારા આવતીકાલે તા.17 થી 48 કલાક સુધી ભૂખ હડતાળના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજફબ 17-7ના સવારે 9 વાગ્યાથી 19-7ના સવારે 9 વાગ્યા સુધી રનીંગ સ્ટાફ ભૂખ હડતાળ કરી વિરોધ પ્રદર્શન કરશે. ગાંધીધામ શાખાના પાયલોટ સહ પાયલોટ સહિત 450 જેટલો રનીંગ સ્ટાફ આ આંદોલનમાં જોડાશે જે કર્મચારી ગાંધીધામ હેડ ક્વાર્ટરમાં રહેશે તે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1ના મેઈન ગેટ પાસે હડતાળમાં જોડાશે અને ટ્રેન સંચાલનમાં જોડાયેલા કર્મચારી ભૂખ્યા રહી ટ્રેન દોડાવશે. રનીંગ એલાઉન્સ કમિટીના નિર્ણય મુજબ કીલોમીટર મુજબ દેવામાં કરાતો વિલંબ 1-1-16 પહેલા અને પછી નિવૃત્ત થયેલા રનીંગ સ્ટાફના પગારમાં વિસંગતતા સહિતના મુદ્દે દેશ વ્યાપી ભૂખ હડતાળનું એલાન અપાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer