મોથાળા ગામે બે આંગણવાડીને એલ.સી.ડી. ટી.વી. સેટ અર્પણ

મોથાળા ગામે બે આંગણવાડીને  એલ.સી.ડી. ટી.વી. સેટ અર્પણ
મોથાળા, તા. 16 : અબડાસાના મોથાળા ગામે ગામના વિકાસ માટે રચાયેલા પ્રગતિ ગ્રુપ તરફથી ભાનુશાલી મહાજનના સહયોગથી બે આંગણવાડીઓને બે એલ.સી.ડી. ટી.વી. સેટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. હજુ થોડા સમય પહેલાં જ રચાયેલા પ્રગતિ ગ્રુપ દ્વારા ભુજ ખાતે ગામના વિકાસકામો માટે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. આ સમયે ડી.ડી.ઓ.એ આંગણવાડીના નાના ભૂલકાનાં મનોરંજન માટે ટી.વી. વસાવવાનું સૂચન કરતાં ગ્રામજનોએ તેનો તુરંત સ્વીકાર કર્યો હતો. ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રગતિ ગ્રુપને ભાનુશાલી મહાજન તરફથી એલ.સી.ડી. માટે આર્થિક સહયોગ મળતાં બે આંગણવાડીના સંચાલિકાઓને ટી.વી. અર્પણ કરાયા હતા. અધ્યક્ષ સ્થાનેથી સરપંચ શિવજીભાઇ મહેશ્વરીએ ગામના વિકાસ માટે હંમેશાં સાથે રહેવાનો કોલ આપ્યો હતો. ઉપસ્થિત કાર્યકારી તાલુકા વિકાસ અધિકારી શ્રી પંડયાએ વિકાસકામો માટે ગ્રાન્ટ આપવાની ખાતરી આપી હતી. ઉપસ્થિત ભાનુશાલી જ્ઞાતિના અગ્રણી રમેશભાઇ નંદાએ ગામ માટે મુંબઇ બેઠેલા ભાઇઓ તત્પર હોવાનું કહ્યું હતું. ઉપસરપંચ વીરભદ્રસિંહ સોઢા, માજી સરપંચ જગદીશ ઠક્કર, પરસોત્તમ નંદા, તલાટી હર્ષદ ચૌધરી, શાળાના આચાર્ય સંજય શ્રીવાસ્તવ, પંકજભાઇ જોષી, બટુકસિંહ જાડેજા, ધર્મેશ ભાનુશાલીએ પણ સહયોગની ખાતરી આપી હતી. સંચાલન કરતાં ડો. શૈલેશ જોષી તથા વિનેક ડાભીએ આયોજનની રૂપરેખા આપી હતી. જગદીશસિંહ જાડેજા, રાજેશ જોષી વગેરે હાજર રહ્યા હતા. ખીમજી ભાનુશાલી, મયૂર ભાનુશાલી સહયોગી બન્યા હતા. સલીમ રાઉએ આભાર માન્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer