ઓરી અને રૂબેલા રસીકરણના પ્રથમ દિવસે 76 ટકા કામગીરી

ભુજ, તા. 16 : ઓરી અને રૂબેલા બે રોગને નાથવાના રસીકરણ અભિયાનનો આજથી કચ્છમાં પ્રારંભ થયો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 87 ટકા અને શહેરી વિસ્તારમાં 74 ટકા સહિત કુલ્લ 76 ટકા કામગીરી કરાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી. ટી. પાંડેના જણાવ્યા મુજબ 47,684 બાળકોને રસીકરણ કરવાના લક્ષ્યાંક સામે 36,437 બાળકોને રસી અપાઈ હતી. તાલુકાવાર રસીકરણની ટકાવારીની વિગતો આપતાં જણાવ્યું કે, સૌથી વધુ સફળતા ગાંધીધામમાં મળી, ત્યાં 93 ટકા, અંજારમાં 76.41 ટકા, મુંદરામાં 76.36 ટકા, માંડવી 75 ટકા, ભચાઉ 74.63 ટકા રાપર 74 ટકા, નખત્રાણા 73 ટકા, ભુજ 69.93 ટકા અને લખપતમાં 69.22 ટકા જ્યારે અબડાસામાં સૌથી ઓછી 64 ટકા રસીકરણ કામગીરી કરાઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer