અંજારમાં જુગાર ક્લબ ઉપર પોલીસ ત્રાટકી : 16 પકડાયા

અંજારમાં જુગાર ક્લબ ઉપર  પોલીસ ત્રાટકી : 16 પકડાયા
ગાંધીધામ, તા. 16 : અંજારના શેખટીંબાના બાનાણી ફળિયામાં ચાલતી જુગારની ક્લબ ઉપર પોલીસે છાપો માર્યો હતો. આ દરોડા દરમ્યાન પોલીસે 17 ખેલીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂા. 1,49,470નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. પરંતુ આ કલબ ચલાવનાર મુખ્ય આરોપી હાજર ન હોવાથી સકંજામાં આવ્યો ન હતો. અંજારના શેખટીંબા વિસ્તારમાં સલીમશા ઉર્ફે સાલુ અહમદશા શેખ નામનો ઇસમ જુગારની કલબ ચલાવી નાલ ઉઘરાવતો હોવાની પૂર્વ બાતમી પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે અહીં દરોડો પાડયો હતો. પોલીસે પોતાની કાર્યવાહી દરમ્યાન ઇકબાલ ઉર્ફે અપાલિયો ઓસમાણ શેખ, હુશેનશા કાસમશા શેખ, મામદ ફકીરમામદ સુરંગી, કાસમશા ઓસમાણશા શેખ, સુલેમાન ઓસમાણશા?શેખ, ઇબ્રાહિમશા ઇસ્માઇલશા શેખ, કાસમશા ઉર્ફે તોતો ઇસ્માઇલશા શેખ, સાજિદ હારૂન સઠિયા, ઇસ્માઇલશા ઉર્ફે વલ્લા અહમદશા શેખ, મામદ હુશેન હાજી સાલેમામદ કુંભાર, સુલેમાન ઇબ્રાહિમશા શેખ, હુશેનશા નૂરશા શેખ, ગુલામ હુશેન જુસબશા શેખ, જમનશા મામદશા શેખ, કાસમશા ઇબ્રાહિમશા શેખ અને અલીમામદ જુશબશા શેખ તથા ઇસ્માઇલશા આમદશા શેખ નામના ઇસમોની ધરપકડ કરી હતી. આ દરોડા દરમ્યાન જુગારની કલબ ચલાવનાર સલીમશા હાજર ન હોવાથી પોલીસની પકડમાં આવ્યો ન હતો. પકડાયેલા આ ઇસમો પાસેથી રોકડા રૂા 1,02,470 તથા 16 મોબાઇલ એમ કુલ રૂા. 1,49,470નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer