ભુજ રાજગોર સમાજ દ્વારા આઠ હજાર નોટબુક અપાઈ

ભુજ, તા. 16 : કચ્છી રાજગોર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને વર્તમાન સમયે મોંઘી શિક્ષણ પ્રણાલિકામાં છાત્રોને સમાજ મદદરૂપ બની શકે એવા સકારાત્મક વિચારના હેતુએ ભુજ રાજગોર જ્ઞાતિ દ્વારા સમસ્ત કચ્છી રાજગોર સમાજના વિદ્યાર્થીઓને આઠેક હજાર નોટબુકનું બજાર ભાવથી 25 ટકાના દરે વિતરણ કરાયું હતું. ભુજ સમાજના પ્રમુખ જનકરાય યુ. ગોરના માર્ગદર્શન હેઠળ તનસુખ જોશી, ચંદ્રકાંત ગોર, વિજય ગોર, ભરત નાકર, ઉર્વશીબેન બાવા, શૈલેશ ગોર, ભરત મોતા, દક્ષા મોતા સહિતની ટીમે કાર્યમાં સમાજના સત્યાવીસથી વધુ દાતાઓનું આર્થિક યોગદાન મેળવીને વિદ્યાભ્યાસુઓને પ્રોત્સાહીત કર્યા હતા. વિતરણ વ્યવસ્થાની આરટીઓ વાડી ખાતે પરેશ નાકર, ગામતળ વાડી ખાતે જગદીશ તોલાટ, ત્ર્યંબકેશ્વર સરપટ નાકા વાડી ખાતે દિનેશ માલાણી અને સંસ્કારનગર ખાતે કાંતિલાલ મોતાએ જવાબદારી અદા કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer