લોકપ્રિય બનતી સ્મૃતિ વન અને વૃક્ષ દત્તકની યોજના

બિદડા (તા. માંડવી), તા. 10 : કચ્છ જિલ્લામાં પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા પર્યાવરણ અંગેની લોકજાગૃતિ લાવવા વિવિધ પ્રયત્નો થઈ રહ્યા છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયથી ગામે ગામ વૃક્ષારોપણ થવાના સમાચારો મળી રહ્યા છે. ઘણીખરી સંસ્થાઓએ વૃક્ષારોપણ માટે આર્થિક સહયોગ મેળવવા પોતાની સંસ્થાઓમાં સ્મૃતિવન-વૃક્ષદત્તક યોજના દાખલ કરી રહી છે. જેના કારણે ત્યાં આવનાર મહાનુભાવો વૃક્ષો દત્તક લઈને સ્થળને લીલુંછમ અને હરિયાળું બનાવવા સહકાર આપી રહ્યા છે. માંડવી તાલુકામાં ધ્રબુડી તીર્થ, રાવલપીર, મહાદેવના મંદિરો, મોટા રતાડિયામાં કુળદેવી સ્થાનક વિગેરે વિવિધ સંસ્થાઓએ વૃક્ષ દત્તક યોજના દાખલ થવાથી સંસ્થાઓને વૃક્ષારોપણ કરવા આર્થિક ફાળો મળી રહ્યો છે. જેને કારણે વૃક્ષારોપણ ક્ષેત્રે જાગૃતિ આવી છે. જિલ્લા તાલીમ સંસ્થાએ તેમને બધી શાળાઓમાં `ઈકોક્લબ' સંસ્થા દાખલ કરી પ્લાસ્ટિકના લાંબા પાઈપ વડે ગાંડા બાવળના વૃક્ષની અંદર લીંબોળી વાવવાની સૂચના આપી છે. જાયન્ટ ઈન્ટરનેશનલ, ભુજની માનવજ્યોત તેમજ રાપરના યોગેશભાઈ ત્રિવેદી પણ આ કાર્યમાં જોડાવા તૈયાર થયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer