ગાંધીધામમાં બે જણ પાસેથી 4500નો શરાબ ઝડપાયો

ગાંધીધામ, તા. 16 : શહેરનાં ગુડઝ શેડ પુલિયા નીચે સર્વિસ રોડ પર દારૂની હેરાફેરી કરતા બે શખ્સોની અટક કરી રૂા. 4500નો શરાબ જપ્ત કરાયો હતો. શહેરનાં ગુડઝ શેડ નજીક સર્વિસ રોડ પરથી પસાર થતા કાર્ગોના પ્રવીણ ઉર્ફે પપ્પુ રવા મૂછડિયા અને પડાણાના પરેશ ભારૂ સોલંકી નામના શખ્સોને પોલીસે અટકાવ્યા હતા. આ શખ્સોના કબજાની બાઇક નંબર જી.જે. 12 સી-ઇ. 1139ની તલાશી લેવાતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. આ બન્ને શખ્સો પાસેથી શરાબની 15 બોટલ કિંમત રૂા. 4500 તથા બાઇક એમ કુલ રૂા. 44,500નો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. આ શખ્સો કયાંથી દારૂ લઇ આવ્યા હતા અને કોને આપવા જઇ રહ્યા હતા તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer