ધોની દશ હજારી ક્લબમાં સામેલ

ધોની દશ હજારી ક્લબમાં સામેલ
લંડન, તા. 1પ : ભારતીય ટીમના પૂર્વ સુકાની અને વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે દરમ્યાન કારકિર્દીના 10,000 રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. વનડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનારો ધોની ભારતનો ચોથો અને વિશ્વનો 12મો બેટધર બન્યો છે. ધોનીને 10,000 રનમાં 33 રન ખૂટતા હતા, જે તેણે બીજી વનડેમાં પૂરા કર્યા હતા. ધોનીથી આગળ રાહુલ દ્રવિડ (10,889), સૌરવ ગાંગુલી (11,363) અને સચિન તેંડુલકર (18,436) છે. ધોનીના નામે 10 સદી અને 67 અર્ધસદી છે. તેની સરેરાશ પ1.37 છે. ધોનીની પાછળ વિરાટ કોહલી છે. તેને 10,000 રન પૂરા કરવામાં 292 રનની જરૂર છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer