અંજારમાં રઘુવંશી ક્રાંતિવીરની તિથિ નિમિત્તે ભાવવંદનાનો કાર્યક્રમ યોજાયો

અંજારમાં રઘુવંશી ક્રાંતિવીરની તિથિ  નિમિત્તે ભાવવંદનાનો કાર્યક્રમ યોજાયો
અંજાર, તા. 15 : રઘુવંશી ક્રાંતિવીર મેઘજી શેઠના ભાવવંદના કાર્યક્રમ આષાઢી બીજના અહીં યોજાયો હતો. રામસખી મંદિરના ગાદીપતિ કીર્તિદાસજી મહારાજના હસ્તે દીપપ્રાગટય બાદ માજી નગરપતિ વસંતભાઈ કોડરાણી, લોહાણા મહાજન પ્રમુખ હસમુખભાઈ કોડરાણી, અગ્રણીઓ ગોવિંદભાઈ કોઠારી, સંજયભાઈ દાવડા, લોહાણા મહાજન મંત્રી મહેન્દ્રભાઈ કોટક, તથા મનસુખભાઈ ગણાત્રા, ગોપાલભાઈ ધુઆ?(માજી ધારાસભ્ય), ચંદ્રકાંતભાઈ પલણ, તેજસભાઈ મહેતા, ભગવાનજી વરૂ, દિનેશભાઈ દવે, નવીનભાઈ ચંદે, ગિરીશભાઈ પારવાણી, ખીમજીભાઈ સિંધવ, રમણીકભાઈ પરબિયા તથા શહેરના આગેવાનોએ ભાવવંદના કરી હતી. મેઘજી શેઠ સ્મારક સમિતિના પ્રમુખ બાલુભાઈ ઠક્કરે સ્વાગત કરી ઈતિહાસ, બારભાયા રાજ્યની સ્થાપના તથા કચ્છના ધર્મ  રક્ષકની વીરતા વિશે ઉદબોધન કર્યું હતું. કીર્તિદાસજી મહારાજે આશીર્વાદ આપ્યા હતા. ભગવાનજી ગંધાએ સંચાલન સંભાળી આભાર વ્યક્ત કર્યો હતો. સહયોગમાં યોગ સમિતિના નવીનભાઈ ઠક્કર, મહેશભાઈ પંડયા, મુકેશભાઈ ગંધા, ચેતનભાઈ ગંધા, ભરતભાઈ ઠક્કર, કિરીટભાઈ ઠક્કરએ સહકાર આપ્યો હતો. વિઠ્ઠલદાસ કોડરાણી, હરિશભાઈ દક્ષિણી, ગિરિશભાઈ પારવાણી, નવીનભાઈ ઠક્કર, શ્રી શેખવા, ભાવનાબેન ગંધા, પટેલભાઈ, જોષીભાઈ, હરેશભાઈ ચોથાણી, લાલજીભાઈ, દિલીપભાઈ, મોહનભાઈ મિત્રી, શશીકાંતભાઈ ગણાત્રા તેમજ યોગ સમિતિના અન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer