અંતરજાળનો યુવાન સાત જણે હુમલો કરતાં સારવાર હેઠળ

ભુજ, તા. 15 : ગાંધીધામ તાલુકામાં આદિપુર પાસેના અંતરજાળ ગામના મેરુભા ઉદયાસિંહ વાઘેલા (ઉ.વ. 30) ઉપર સાત જણે હુમલો કરીને તેને માર માર્યો હતો.પોલીસના જણાવ્યા મુજબ, ભોગ બનનારા યુવાનને વધુ સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તેણે હુમલો કરનારા તરીકે અંતરજાળના મેહુલ પટેલ અને તેની સાથેના છ અજાણ્યા શખ્સનાં નામ પોલીસ સમક્ષ આપ્યાં છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer