કચ્છમાં દારૂબંધીની કડક અમલવારી કરવા રજૂઆત

ભુજ, તા. 15 : ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં દારૂબંધી છે તેમ છતાં સૌથી મોટા પ્રમાણમાં કચ્છમાં દારૂ વેચાતો હોય છે. જે ગંભીર બાબત હોવાથી કડક અમલવારી કરવા રેન્જ આઇજીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા રજૂઆત કરાઇ હતી. મંચના જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, કોઇપણ મોટાં માથાઓ, રાજકીય આગવાનો કે પોલીસ વિભાગના અમુક ભ્રષ્ટ કર્મચારીઓ સામેલ હોય તેને કડક સૂચના આપવામાં આવે, સાથે અમારા સંગઠનો દ્વારા હાલે સમગ્ર કચ્છમાં અલગ અલગ ટીમો બનાવીને અને અમુક ગામડાઓમાંથી અમુક શુભેચ્છકો દ્વારા અમને જાણ કરવામાં આવી છે કે દારૂ કયાં બને છે, કયાં વેચાય છે તેની માહિતી આપે છે અને અમે સાચી હકીકત તપાસી રહ્યા છીએ. કોઇ નક્કર કામગીરી કરવામાં નહિ આવે તો અમે નાછૂટકે લોકો- મીડિયાને સાથે રાખી જનતા રેડ પાડવા મજબૂર બનશું, તેવું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નવ નિર્માણ સેના, એકલનારી શક્તિ અને ઠાકોર સેનાએ જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer