એન્જલિક કર્બર બની વિમ્બલ્ડન વિજેતા

નવી દિલ્હી, તા. 14 : વિશ્વભરની નજર સુપર મોમ સેરેના વિલિયમ તેનો આઠમો વિમ્બલ્ડન ખિતાબ જીતશે તેના પર રાખીને બેઠી હતી, પરંતુ સેરેનાના સપનાંને તોડતાં જર્મનીની એન્જલિક કર્બરે 2016ની હારનો બદલો લેવાની સાથે પોતાનો સર્વપ્રથમ વિમ્બલ્ડન ખિતાબ જીત્યો હતો. વુમન્સ ફાઈનલમાં સેરેનાને 6-3, 6-3થી હરાવીને કર્બર 1996 બાદ સ્ટેફી ગ્રાફ પછીની પ્રથમ જર્મન મહિલા વિજેતા બની હતી. સર્વપ્રથમ હું સેરેનાને કહેવા માગું છું કે તે એક મહાન વ્યક્તિ અને ચેમ્પિયન છે. તે સૌ માટે એક પ્રેરણા છે. તેને પરત આવવા માટે હું અભિનંદન આપું છું એમ કર્બરે મેચ જીત્યા બાદ જણાવ્યું હતું. હું જાણું છું કે મેં સેરેના સામે રમવામાં મારું શ્રેષ્ઠ બળ લગાવ્યું હતું. ફાઈનલમાં આ મારી બીજી તક હતી. સ્ટેફી પછીની હું બીજી જર્મન છું જે વિજેતા બની છું. આ અદભુત છે, એમ કર્બરે પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer