વાગડનાં મુખ્ય મથક રાપર ખાતે આષાઢી બીજની ઉજવણી

વાગડનાં મુખ્ય મથક રાપર  ખાતે આષાઢી બીજની ઉજવણી
રાપર, તા. 14 : વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે કચ્છી નવા વર્ષ આષાઢી બીજની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાપર તાલુકા સમસ્ત મેઘવાળ સમાજ અને ત્રિકમ સાહેબ ગંગાઘાટ વીરડા મિત્રમંડળ દ્વારા શોભાયાત્રા નીકળી હતી. ત્રિકમસાહેબ સમાધિસ્થળ દરિયાસ્થાન મંદિરથી નીકળેલી શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગોએ ફરી નીલપર રોડ?ખાતે ગંગાઘાટ વીરડા ત્રિકમસાહેબના મંદિરે પૂર્ણ?થઇ હતી જ્યાં ધાર્મિક કાર્યક્રમો અને મેળો યોજાયો હતો. આ પ્રસંગે મંદિરના મહંત ભીમદાસજી મહારાજ, ચિત્રોડ મંદિરના મહંત આત્મારામ, રાજેશ્વરી માતાજી, વીરાભાઇ?સોલંકી, માનસંગ રાઠોડ, નારણ ડોડિયા, મેમાભાઇ?ચૌહાણ, દુદાભાઇ?સેજુ, બાબુભાઇ મૂછડિયા, રામજી મૂછડિયા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, અશોક માલી, લખમણ કારોત્રા, અંબાવી વાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, નગરપાલિકા અધ્યક્ષા ગંગાબેન સિયારિયા, ઉપપ્રમુખ હઠુભા સોઢા, રામજી પિરાણા, રમેશ દાદલ, ડોલરરાય ગોર, તા.પં.ના વિરોધપક્ષના નેતા ભાવનાબેન ઠાકોર, ઉમેશ?સોની, કરશનભાઇ?વાઘેલા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer