તીર્થધામ નારાયણસરોવર મંદિર સંકુલમાં પરંપરાગત રથયાત્રા નીકળી

તીર્થધામ નારાયણસરોવર મંદિર  સંકુલમાં પરંપરાગત રથયાત્રા નીકળી
નારાયણસરોવર (તા. લખપત), તા. 14 :  પવિત્ર તીર્થધામ ના.સરોવર ખાતે ભગવાન ત્રિવિક્રમરાયજી મંદિરમાં કચ્છી નવા વર્ષ આષાઢી બીજના પરંપરાગત ચાંદીના રથમાં બાલગોપાલ સ્વરૂપને બિરાજમાન કરી મંદિર સંકુલમાં દર વર્ષની જેમ રથયાત્રા નીકળી હતી. ઉલ્લેખનીય છે કે ગત તા. 30/6ના જાગીરના ગાદીપતિનો દેહવિલય થયો હતો. પરંપરા મુજબ આ રથની દોરી ગાદીપતિ  દ્વારા ખેંચવામાં આવતી હોય છે પણ ભગવાનની રથયાત્રાની પરંપરા જળવાઇ રહે તે માટે ના.સ. જાગીરના મુખિયાજી વસંત જમનાદાસ જોષી, પૂજારી દિનેશ જમનાદાસ જોષી તેમજ ના.સ. જાગીરના તમામ પૂજારી તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. પ્રસાદીરૂપે મગ, ચણાનો  પ્રસાદ ધરાવાયો હતો. પૂજારી ભાવેશ બી. જોષી, આશિષ જોષી, મનીષ જોષી, ચંદ્રકાંત જોષી, સંજય બી. જોષી તેમજ સ્ટાફના હરેશભાઇ વાળંદ  તેમજ રે. તલાટીનો સહયોગ સાંપડયો હતો. ગાદીપતિ બ્રહ્મલીન બ્રહ્મચારી  આનંદલાલજી મહારાજને યાદ કરી પ્રાર્થના કરાઇ હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer