મિડલ સ્કૂલનું ગ્રાઉન્ડ ફાળવાશે તો તાલીમાર્થીઓના અનશન

મિડલ સ્કૂલનું ગ્રાઉન્ડ ફાળવાશે તો તાલીમાર્થીઓના અનશન
ભુજ, તા. 14 : અહીંના મિડલ સ્કૂલ ગ્રાઉન્ડને રાજકીય દખલગીરીમાંથી કાયમી ધારણે મુક્ત કરી તેને એસ.ટી. સ્ટેન્ડ કે પિકઅપ સ્ટેન્ડ તરીકે નહીં ફાળવવા `ડાયટ'માં અભ્યાસ કરતા તાલીમાર્થીઓએ રજૂઆત કરી હતી. હવે આ મુદ્દે સોમવારે મૌન રેલી કાઢશે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તાલીમાર્થીઓએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, અત્યારે છાત્રો બી.એડ્ અને પી.ટી.સી. પ્રથમ તેમજ દ્વિતીય વર્ષના અભ્યાસક્રમમાં અભ્યાસ કરી રહ્યા છે.  તાલીમ ભવન હસ્તક આવેલા મિડલ સ્કૂલ ગ્રાઉન્ડને રાજકીય દખલગીરીના કારણે એસ.ટી. બસ સ્ટેન્ડ કે પિકઅપ સ્ટેન્ડની મંજૂરી આપવામાં આવે તો ભવિષ્યમાં ગ્રાઉન્ડના કારણે પ્રવેશની પ્રક્રિયા રદ થઈ શકે છે, આ ગ્રાઉન્ડમાં દરરોજ થતી રમત-ગમત તેમજ ઈત્તર પ્રવૃત્તિઓ પણ બંધ થઈ જાય,  સ્ટાફ તેમજ જમવાની-રહેવાની સગવડ પણ ઉપલબ્ધ છે. અત્યારે 150 જેટલા છાત્રો અને 10 કન્યાઓ ભણે છે. હવે આ મુદ્દે સોમવારે મૌન રેલી કાઢીને કલેક્ટર કચેરીને આવેદનપત્ર અપાશે. જેમાં અન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાશે છતાંયે ગેરકાયદે ઊભા રહેતા ફેરિયાઓને મેદાન ફાળવાશે તો અનશન શરૂ કરવાનું એલાન અપાયું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer