પાંચ હજાર ગાયોને લીલાચારાનું નીરણ કરતો ખારોઈનો પટ્ટણી પરિવાર

પાંચ હજાર ગાયોને લીલાચારાનું નીરણ કરતો ખારોઈનો પટ્ટણી પરિવાર
ખારોઈ (તા. ભચાઉ), તા. 14 : છેલ્લા પાંચેક વર્ષથી 12 વર્ષે લીલાચારાનું નીરણ અહીંના મનજીભાઈ કરમશીભાઈ પટ્ટણી પરિવાર દ્વારા કરાય છે.  નીરણ દાતા મનજીભાઈએ જણાવ્યું હતું કે, હવે લીલોચારો નહીં મળતાં ગાંસડી મગાવી છે, આવો સેવાનો મુંબઈ બેઠા-બેઠા  લાભ લઈ અલગ અલગ પાંજરાપોળો તથા અલગ અલગ ગાયોની ગાય માતાની સેવા કરી રહ્યા છીએ.ખારોઈ ગામે લીલાચારાનું નીરણ દરરોજ કરાવાય છે.  વગડામાં કયાંય ઘાસનું તણખલું પણ નથી ત્યારે દરરોજ 5000 ગાયોને મહુડો, બાજરો અને જુવાર ચારાનું નીરણ ઉપરાંત પોતાના બોરથી ત્રણ-ચાર હોજ પાણીથી  ભરે છે. ખાલી તળાવોમાં    પાણી ભરવાની સેવાનો લાભ લે છે. વ્યવસ્થા પ્રવીણ કે. ઠક્કર તથા કાના ગણેશા માતા સંભાળે છે.  તા. 12-5થી લીલોચારો 19થી 20 ટ્રેકટર શરૂઆતમાં  4/5 દિવસ નીરવામાં આવ્યો ત્યારબાદ આશરે રોજના 10થી 12  ટ્રેકટર ચારો આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભચાઉ પાંજરાપોળની 1200 ગાયોને 45 દિવસ સુધી ચારો નખાયો હતો અને જુદી જુદી પાંજરાપોળ અને ગામોની ગાયોને  ચારો નખાય છે.  તેવું રાજેન્દ્ર એન. ઉમરાણિયાની યાદીમાં જણાવાયું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer