ગાંધીધામમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પાંચમું શિક્ષણ કેન્દ્ર શરૂ કરાયું

ગાંધીધામમાં ભારત વિકાસ પરિષદ દ્વારા પાંચમું શિક્ષણ કેન્દ્ર શરૂ કરાયું
આદિપુર, તા. 14 : ગાંધીધામની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા શિક્ષણ મંદિર સ્થાપના શ્રેણી અંતર્ગત સુંદરપુરીના આહીરધામ ખાતે શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરાયો હતો. સંકુલના નબળા અને અતિ નબળા વિસ્તારોનાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તેવા શુભાશય સાથે સંસ્થા દ્વારા શિક્ષણ?મંદિરની સ્થાપના કરાઈ છે. જેમાં જે તે વિસ્તારના ધો. 1થી 6 સુધીનાં બાળકોને સાંજે 5થી 7 દરમ્યાન શિક્ષણ આપવામાં આવે છે. અત્યાર સુધી આવા ચાર કેન્દ્રો ચાલે છે. સુંદરપુરી ખાતે પાંચમું કેન્દ્ર શરૂ કરાયું છે. જેનો લાભ અહીંના છાત્રોને મળશે એવું સંસ્થાના પ્રમુખ ડો. નીતિન ઠક્કર અને વિભાગીય મંત્રી સુરેશ ઠક્કરે જણાવ્યું હતું. આ કેન્દ્રના પ્રારંભે મોટી સંખ્યામાં સ્થાનિક છાત્રો, વાલીઓ, સ્થાનિક કાર્યકરો પ્રભુભાઇ આહીર, નિમેશ ઠક્કર, સંસ્થાના રમેશ?સથવારા, રતિલાલ પરમાર, સંદીપ અને રોનક ઠક્કર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રમેશ ઉપાધ્યાય, પ્રહ્લાદ ભટ્ટી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગામી કેન્દ્ર ગાંધીધામના ખોડિયારનગર ખાતે શરૂ કરવામાં આવશે એવું આયોજકોએ જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer