પૂર્વ કચ્છ રાજગોર સમાજ દ્વારા અંજારમાં યોજાયું સરસ્વતી સન્માન

પૂર્વ કચ્છ રાજગોર સમાજ દ્વારા અંજારમાં યોજાયું સરસ્વતી સન્માન
ગાંધીધામ, તા. 14 : કચ્છ રાજગોર સમાજ પૂર્વ કચ્છ દ્વારા તાજેતરમાં અંજાર ખાતે યોજાયેલા 26મા સરસ્વતી સન્માન સમારોહમાં જ્ઞાતિના વિશેષ સિદ્ધિવાળા તેમજ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુંદરા તાલુકા ભાજપના મહામંત્રી કીર્તિભાઈ કેશવાણીના અધ્યક્ષ સ્થાને તેમજ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ રાહુલ ગોર, રોટરી ઈન્ટરનેશનલ ઝોન-12ના આસિસ્ટન્ટ ગવર્નર દિલીપ ગોર, માધાપર લાયન્સ ક્લબના પ્રમુખ જતિન ગોર, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ કીર્તિ બી. ગોર, સામાજિક કાર્યકર પ્રકાશ ગોર (કાંડાગરા) સહિતના મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.  એક્યુપ્રેશર અને સુજોક થેરાપીના નિષ્ણાત પ્રવીણચંદ્ર ભગવાનજી મોતાનું તથા શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનારા શ્રેયશ અનિલ ગોરનું અન્ય 9 તેજસ્વી તારલા સાથે સન્માન કરવામાં આવ્યું હતું. તદઉપરાંત પૂર્વ કચ્છના એલ.કે.જી.થી કોલેજ કક્ષાના 95 બાળકોને અતિથિઓના હસ્તે સન્માનિત કરાયા હતા. મહાપ્રસાદના દાતા પ્રવીણ મોતા અને મનોજ મૂળશંકર ગોર રહ્યા હતા. વિદ્યાર્થીઓના ઈનામના દાતા નિરૂપમાબેન બંસીલાલ ગોર અને આમંત્રણ પત્રિકાના દાતા જમનાબેન મેઘજી માકાણી પરિવાર રહ્યા હતા. વહેલાસર પધારનારા જ્ઞાતિજનો માટે ડ્રો દ્વારા ઈનામોની જાહેરાત કરાઈ હતી. જેનું સંચાલન સુરેશ મેઘજી મોતાએ કર્યું હતું. સમાજના વિદ્યાર્થીઓ માટે રાહતદરે નોટબુકનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો તથા વર્ષ 2018-19 માટેની વસ્તી ગણતરીના ફોર્મ પણ એકત્ર કરવામાં આવ્યા હતા. મુંબઈથી સમાજના અગ્રણીઓ ન્યૂરાજ નાકર, ભાઈલાલ માકાણી, પ્રાણજીવન નાકર તેમજ કચ્છના અન્ય વિસ્તારમાંથી નરોત્તમ ગોર, પંકજ રાજગોર, નગીન રાજગોર, ભુજથી અતુલ ગોર, મહિલા મંડળના પ્રમુખ હેમલતાબેન મોતા, મંત્રી પ્રીતિબેન ગોર ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા પ્રમુખ શંભુભાઈ વ્યાસનાં માર્ગદર્શન તળે પરેશ મોતા, પાર્થ ગોર, અરુણ વ્યાસ, પ્રશાંત ગોર, કુલદીપ મોતા, મેહુલ નાકર (યુવક મંડળ પ્રમુખ), હરીશ માકાણી તેમજ અન્યો સહયોગી બન્યા હતા. સંચાલન સતીશ મોતા, વિષ્ણુ ગોરે કર્યું હતું. સરસ્વતી સન્માન સમારોહના કન્વીનર ભરત ગોર, કિશોર ગોરે ઈનામ વિતરણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કુ. ભક્તિ અને અલ્પા ગોરે સ્વાગત ગીત અને સરસ્વતી વંદના કુ. ધૈર્યા રાજગોરે રજૂ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer