અબડાસાના ધારાસભ્યે પતરી માટે પ્રાર્થના કરી, તો સાંસદે વિકાસ કામોનાં ખાતમુહૂર્ત કર્યાં

નિરોણા (તા. નખત્રાણા), તા. 14 : ભડલી ખાતે યોજાયેલા ગરીબનાથના લોકમેળા પ્રસંગે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. સમાધિ સંકુલમાં સાંસ્કૃતિક હોલના નિર્માણ માટે રૂા. 3 લાખની જાહેરાત કરી હતી. આ ઉપરાંત જિ.પં.ની બે લાખની ગ્રાન્ટમાંથી 20 હજાર લિટર પાણીનો ટાંકો તેમજ ગરીબનાથના સ્થાનકથી રૂપા સતીના સ્થાનક સુધી બે લાખના ખર્ચે ઇન્ટરલોક પાથરવાનાં કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તા.પં. પ્રમુખ નયનાબેન સોની, રાજેશભાઇ પલણ, જિ.પં. સદસ્ય કેશરબેન મહેશ્વરી, કાનજીભાઇ કાપડી, ગામના અને આસપાસનાં ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અબડાસા વિભાગના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ પોતાના મત વિસ્તાર સમાન ત્રણ તાલુકામાં વરસાદના વિલંબને  લઇ ઊભી થયેલી પરિસ્થિતિને લઇ પતરી વિધિમાં હાજરી આપી દાદાની પતરી દ્વારા સારા શુકનના સંકેત સાથે કચ્છ પર વહેલી તકે મેઘો મહેરબાન થાય તેવી પ્રાર્થના કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer