ભેદીની સીમમાં વાડીમાંથી જુગારધામ ઝડપાયું

ભુજ, તા. 14 : અબડાસાના દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં આવેલા ભેદી ગામની સીમમાં એક વાડીમાં ચાલતું જુગારધામ સ્થાનિક પોલીસે પાડેલા દરોડામાં કાયદાની ઝપટે ચડયું હતું. આ સ્થળે ત્રાટકેલી કોઠારા પોલીસે છ આરોપીને રૂા.  1.29 લાખની માલમતા સાથે પકડી પાડયા હતા, જ્યારે સંચાલક સહિત અન્ય ત્રણ તહોમતદાર આ કાર્યવાહી સમયે નાસી ગયા હતા. કોઠારાથી પાંચ કિ.મી. દૂર આવેલા ભેદી ગામની સીમમાં ગામના નવુભા ગાભુભા ધલની વાડી ખાતે ચાલતો જુગારનો આ અડ્ડો કોઠારા પોલીસના હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્ર માણશીની બાતમીના આધારે ઝપટમાં આવ્યો હતો. ગતરાત્રે દોઢ વાગ્યે થયેલી આ પોલીસ કાર્યવાહીમાં કુલ્લ રૂા. 1,29,150ની માલમતા પકડાયેલા આરોપીઓ પાસેથી કબ્જે કરાઇ હતી.  પોલીસ સૂત્રોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ પ્રકરણમાં કોઠારા ગામના દાજીભા દાનસંગજી ધલ, હરાસિંહ કલ્યાણજી સોઢા, જીલુભા કારૂભા ધલ, વિજયાસિંહ  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer