ભુજમાં છકડો રિક્ષામાં શરાબની 30 બાટલી લઇને જતા બે શખ્સને ઝડપી પડાયા

ભુજ, તા. 14 : શહેરમાં સરપટ નાકા બહાર ખાવડા રોડ સ્થિત પોલીસના 36 ક્વાર્ટર્સ ચાર રસ્તા ખાતે દરોડો પાડીને સ્થાનિક પોલીસે બે શખ્સને છકડો રિક્ષામાં રૂા. 13,500નો 30 બાટલી શરાબ લઇને જતા પકડી પાડયા હતા. ભુજના લાલસિંહ સોહનલાલ સ્વામી અને અંજારના કમલેશ રઘુરામ બાલાસરાને આ પ્રકરણ અંતર્ગત પકડાયા હતા. દારૂના વહન માટે વપરાયેલી રૂા. 80 હજારની છકડો રિક્ષા પણ કબ્જે લેવાઇ હતી અને આ બંને સામે વિધિવત્ ગુનો દાખલ કરાયો હતો. બી. ડિવિઝન પોલીસના પંકજ કુશવાહા અને મયૂરાસિંહ જાડેજાની બાતમીના આધારે આ કાર્યવાહી કરાઇ હતી તેમ પોલીસ સાધનોએ જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer