અકસ્માત કેસમાં ફોરમ દ્વારા વાહનના માલિક તરફે ચુકાદો

ભુજ, તા. 14 : અકસ્માત સર્જનારા વાહનના ચાલકને બદલી નાખવામાં આવ્યું હોવાનું કારણ આગળ ધરીને વળતરનો દાવો નામંજૂર થવાના વીમા કંપનીના એક કેસમાં કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.  સતાપર (અંજાર)ના ધુલા દેકા સવા માતાના વાહનને નડેલા અકસ્માતને લઇને આ  કેસ ઊભો થયો હતો. ફોરમ  દ્વારા તેની સમક્ષ થયેલી સુનાવણી બાદ વીમા  કંપનીની સેવામાં ખામી  માની ફરિયાદી વાહન- માલિક તરફે ચુકાદો આપતાં મોજણી મુજબની નુકસાનની રકમ ત્રાસ અને ખર્ચ સાથે તેમને ચૂકવાય તેવો આદેશ કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે રાજેશ પ્રેમજીભાઇ ઠક્કર, વિક્રમ વાલજીભાઇ ઠક્કર અને હાર્દિક એન. જોબનપુત્રા રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer