ભુજ-મુંદરા રોડ વિસ્તારમાં વૃક્ષોને બચાવી લેવા રજૂઆત

ભુજ, તા. 14 : ભુજ-મુંદરા રોડના નવીનીકરણના ભાગરૂપે કપાતમાં જતા અનેક વર્ષો જૂના વૃક્ષો કાપવાના બદલે તેને બચાવી લેવા પર્યાવરણવાદીઓએ કાર્યપાલક ઇજનેરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. પર્યાવરણ ક્ષેત્રે સક્રિય સંસ્થા પેલિકન નેચર ક્લબ, કચ્છ જે કારાયલ જો કેકારવ અને સહજીવન સંસ્થાના આગેવાનો નવીન બાપટ, સુબોધ હાથી, જયસિંહ પરમાર સહિતનાઓએ આવેદનપત્ર આપ્યું હતું. જેમાં વૃક્ષને કાપવાના બદલે  ડિવાઇડરમાં મૂકી અથવા સ્થળાંતરિત કરી કિંમતી વૃક્ષોને બચાવવા અપીલ કરાઇ હતી. દરમ્યાન કાર્યપાલક ઇજનેર જે.ડી. શાહે વૃક્ષોને બચાવવા તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. વિશેષમાં મુંદરા રોડને કેરા અને બળદિયા બાયપાસ આપવાનો પ્લાન સરકારને ખાતા તરફથી મુકાયો હોવાની વિગત આપી હતી, તો વૃક્ષો આપોઆપ બચી જશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer