પડતર જમીનમાં બાગાયતી ખેતી માટેના નિયમ બદલો

મિરજાપર (તા. ભુજ), તા. 14 : સરકારી પડતર જમીનમાં બાગાયતી ખેતી કરવા ઇચ્છનારાને ભાગરૂપે આપવાના નિયમમાં આંશિક ફેરફાર કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને અહીંના  રસિકબા હેમુદાન કેસરિયાએ રજૂઆત કરી હતી. નિયમ મુજબ જંગીના મૂલ્યાંકનના એક ટકો રકમ સરકારમાં જમા કરાવવાની રહે છે. આ રકમ ભર્યા પછી નજીવી અધૂરાશના કારણે અરજી ફાઇલ કરવામાં આવે તો અરજદારની રકમ પરત ન મળે, જેના અનુસંધાને નખત્રાણા  તાલુકાની 14 અરજીઓ ફાઇલે કરાઇ હતી. રાપરના તત્કાલીન ધારાસભય પંકજભાઇ મહેતાને સાથે રાખી કલેકટરને રજૂઆત કરતાં તેમણે મહેસૂલ વિભાગ તરફથી મંજૂરી મળ્યા પછી રકમ જમા કરાવવાનું સોગંદનામું કરવા સૂચન કર્યું હતું પણ નવા કલેકટર પહેલાં જમા કરાવવાનું જણાવે છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer