ઈપીએસ યોજનાના તમામ પેન્શનરોના ભથ્થામાં વધારો કરવા અંગે રજૂઆત

માધાપર, તા. 14 : ઈપીએસ 1995 યોજનામાં જોડાયેલા દેશના રાજ્યોના પેન્શનરોને નજીવા દરે પેન્શન મળી રહ્યું છે. આવા ઓછા પેન્શનના દરમાં વધારો થાય તેવા હેતુથી પૂરા જોશથી, બળથી તેમજ લેખિત-મૌખિક રીતે લડત કરી રહેલા રાષ્ટ્રીય આંદોલન સમિતિના અધ્યક્ષ અશોકજી રાઉત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સમિતિમાં કચ્છ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલીના પેન્શનરો સામેલ થઈ તેમના માર્ગદર્શન, સલાહ-સૂચન અનુસાર લાખો કરતાં વધારે પેન્શનરો જે તે રાજ્યમાં એકત્ર થઈ ધરણા, તાળાબંધી તેમજ રેલીના માધ્યમ દ્વારા જે તે વિસ્તારની કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની કચેરીએ  આવેદનપત્ર આપ્યાં હતાં. એસ.ટી. નિગમ અને ડેરી નિગમની સંયુક્ત લડત સમિતિ દ્વારા ચોમાસા સત્રની શરૂઆત થવામાં છે, સત્રમાં  પ્રશ્નનો સમાવેશ કરવા માટે લેખિત પત્રની વિગત મુજબ 95 યોજનાના નિયમોમાં  જરૂરી સુધારો કરવામાં આવે અને પ્રતિ માસે રૂા. 7500 પેન્શન, તેની સાથે મોંઘવારી ભથ્થાનો સમાવેશ કરવામાં આવે તેવો પત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લખવામાં આવ્યો છે.  ગુજરાતના બાકીના અન્ય જિલ્લાઓના 95 યોજના હેઠળ સમાવિષ્ટ કરવામાં આવેલા પેન્શનરોએ પણ નજીવા દરે મળતા પેન્શનના નિયમમાં જરૂરી સુધારો કરાવવા માટે આગામી મળનાર ચોમાસુ સત્રમાં સંગઠન (સમિતિ) કે વ્યક્તિગત રીતે વિનંતી કરતો પત્ર વડાપ્રધાનને લખવા વિનંતી કરવામાં આવે છે. વધુ વિગત માટે 74050 74086નો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer