કાલથી અજરખપુરમાં છ દિવસય શ્રૃજન એલએલડીસી આર્ટ એન્ડ ક્રાફ્ટ કોમ્પિટીશન

ભુજ, તા. 14 : શ્રૃજન સંચાલિત અજરખપુર ખાતે આવેલા હેન્ડીક્રાફ્ટના મ્યુઝિયમ લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર ખાતે તા. 16/7થી 21/7 સુધી એમ 6 દિવસીય  સપ્તાહ શ્રૃજન એલએલડીસી આર્ટ એન્ડ ક્રાફ્ટ કોમ્પિટીશન દ્વારા ઊજવાઇ રહ્યો છે. શ્રૃજન એલએલડીસી તથા જિલ્લા શિક્ષણાધિકારી ભુજની કચેરીના સંયુકત આયોજનથી   વિદ્યાર્થીઓ શિક્ષણની સાથોસાથ કચ્છની હસ્તકલાથી પણ પરિચિત થાય અને તેમનામાં રહેલી વિવિધ સર્જનાત્મકતા ઊભરીને  બહાર આવે તેવા ઉમદા હેતુસર આ પ્રતિસ્પર્ધાઓનું આયોજન કરાયું છે. ભુજ અને આસપાસની કુલ 6 શાળાઓ દરરોજ સવારે 9.30 વાગ્યાથી 12.30 વાગ્યા સુધી વિવિધ પ્રતિસ્પર્ધાઓમાં ભાગ લેશે, જેમાં આર્ટ વિભાગમાં ક્રિએટિવિટી કોમ્પિટીશન, ક્રાફ્ટ વિભાગમાં બ્લોક પ્રિન્ટ કોમ્પિટીશન તેમજ કચ્છ, કલા, હસ્તકલા અને પ્રવાસન પર આધારિત ક્વિઝ શો કોમ્પિટીશન રાખવામાં આવી છે. આમ કુલ 30 શાળાઓ આ શૈક્ષણિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે 16થી 21 સુધી યોજાયેલી પ્રતિયોગિતાઓમાં ભાગ લેશે. તા. 21 જુલાઇના બધી શાળાઓમાંથી વિજેતા થઇ ફાઇનલમાં પહોંચેલા વિદ્યાર્થીઓ વચ્ચે પ્રતિસ્પર્ધાઓનો ફાઇનલ રાઉન્ડ યોજાશે, જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને ટ્રોફી, ઇનામો તેમજ સર્ટિફિકેટથી સન્માનિત કરાશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer