રેલવે વજનકાંટાની તપાસ બીજી વખત પણ ન થઇ?!

ગાંધીધામ, તા. 14 : રેલવેના વજનકાંટામાં ગરબડ મામલે વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ?કોમર્સ દ્વારા કરાયેલી ફરિયાદ સંદર્ભે તોલમાપ કચેરી દ્વારા બીજી વખત પણ તપાસ કરી શકાઇ નથી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ રેલવેના ચીરઇ, ગાંધીધામ અને ભચાઉ?ખાતેના વે-બ્રિજમાં ખામી હતી. આ સંદર્ભે તોલમાપ વિભાગ દ્વારા અગાઉ એક વખત તપાસ અંગે રેલવેને તાકીદ કરાઇ હતી પરંતુ તે વખતે કોઇપણ કારણોસર તપાસ થઇ?શકી ન હતી. તાજેતરમાં  તા. 10, 11 અને 12ના તપાસ માટે રેલવેને તાકીદ કરી જવાબદાર વજનકાંટાના ઇન્જિનીયરો, વેગન સહિતની વ્યવસ્થા ગોઠવવા જણાવાયું હતું પરંતુ વેગનના અભાવે બીજી વખત પણ કામગીરી થઇ ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સતત બીજી વખત આવી પરિસ્થિતિ સર્જાતાં તોલમાપ વિભાગ હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer