ભુજમાં મહિલા અને યુવા કોંગ્રેસ દ્વારા `શક્તિ'' પ્રોજેક્ટનો આરંભ : વિજયનો વિશ્વાસ વ્યક્ત

ભુજમાં મહિલા અને યુવા કોંગ્રેસ દ્વારા `શક્તિ''  પ્રોજેક્ટનો આરંભ : વિજયનો વિશ્વાસ વ્યક્ત
ભુજ, તા. 11 : અહીં કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા અને યુવક કોંગ્રેસ દ્વારા `શક્તિ પ્રોજેક્ટ'નો પ્રારંભ કરાયો હતો. આ અવસરે વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો હતો. કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વધુમાં વધુ યુવાનો પક્ષમાં જોડાય અને કોંગ્રેસની વિચારધારા જન-જન સુધી પહોંચે તે માટે પ્રોજેકટને ખુલ્લો મૂકવાનો કાર્યક્રમ પ્રમુખ રમેશ મહેશ્વરીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ અવસરે શ્રી મહેશ્વરીએ દરેક કાર્યકર્તાનો અવાજ એટલે શક્તિ તેમ જણાવ્યું હતું. કચ્છ મહિલા કોંગ્રેસના પ્રભારી પ્રતિમાબેન વ્યાસ તેમજ જિલ્લા પ્રમુખ કલ્પનાબેન જોશીના હસ્તે શક્તિ પ્રોજેકટને ખુલ્લો મુકાયો હતો. પ્રારંભે પ્રતિમાબેન વ્યાસે સંગઠન પર ભાર મૂકી આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મહિલા પ્રમુખ કલ્પનાબેન જોશીએ દરેક શહેર તાલુકાની મહિલા કાર્યકરોને જોડવાનું આહ્વાન કર્યું હતું. જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીએ મહિલા કોંગ્રેસની કામગીરીને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં રાધાસિંગ ચૌધરી, બેલાબેન જોશી, જુલીબેન સોની, ફાલ્ગુની જોશી, ભાવનાબેન ગોસ્વામી, પ્રદેશ મંત્રી દીપક ડાંગર, આદિત્ય જુલા, એનએસયુઆઇના પ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા યુવક કોંગ્રેસના ઉ.પ્ર. હનીફભાઇ જત (મુંદરા), મહેન્દ્ર રબારી, ભાવિક સોની વિ. ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ઉમર સમા, પુષ્પાબેન સોલંકી, આભારવિધિ અંજલિ ગોર, ભૈરવીબેન વૈદ્યે કરી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer