સોસાયટીઓની જમીન જૂની શરતમાં ફેરવવા અંગે માર્ગદર્શન અપાયું

સોસાયટીઓની જમીન જૂની શરતમાં  ફેરવવા અંગે માર્ગદર્શન અપાયું
અંજાર, તા. 11 : કચ્છ જિલ્લા કો.ઓ. હાઉસિંગ ફેડરેશન ભુજ તરફથી અંજાર શહેર સર્વે હાઉસિંગ સોસાયટીઓની બેઠક અંજારમાં મળી હતી. જેમાં કોઓપરેટિવ બેન્ક કચ્છ ભુજના ચેરમેન દેવરાજભાઇ ગઢવી તથા હાઉસિંગ ફેડરેશનના પ્રમુખ મૃદુલભાઇ ધોળકિયા, ખજાનચી શંભુભાઇ ઠક્કર, મંત્રી વાઘમશીભાઇ સોરઠિયા વિગેરે હાજર રહ્યા હતા. સોસાયટી સંગઠન સેવા સમિતિ અંજાર તરફથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આગેવાનો તરફથી સોસાયટીઓને આપવામાં આવેલી જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા બાબતે તથા નામ ટ્રાન્સફર બાબતે તથા સોસાયટીઓને મળવાપાત્ર સુવિધાઓ બાબતે તથા સંગઠનમાં વધારેમાં વધારે સભ્યો જોડાય તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. આ વખતે સોસાયટીઓના હાજર રહેલા સભ્યો  નારાણભાઇ બારોટ, ખાનજીભાઇ ગઢવી, અશ્વિન બારોટ, ભરત ગોસ્વામી, નટવરલાલ મહારાજ, ધીરજલાલભાઇ પટેલ,  જુવાનસિંહ જાડેજા, કાશીરામભાઇ જોશી, બાબુભાઇ લોહાર, રઘુભા જાડેજા, ભીમજીભાઇ બારોટ, નવીનભાઇ ચૌહાણ, ઇલેશભાઇ પિત્રોડા, દીપક બારોટ વિગેરેએ  જરૂરી કામગીરી અંગે રજૂઆતો કરી હતી. ફેડરેશનના આગેવાનો દ્વારા નોંધ લઇ યોગ્ય મદદરૂપ થવા માટે ખાતરી આપવામાં આવી હતી. સંચાલન તથા આભાર-વિધિ એ.ટી. પટેલે કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer