નાડાપા પાટિયા પાસે મોડીરાત્રે ડમ્પર હંકારી જતા તસ્કરો

ભુજ, તા. 11 : ભુજ-ભચાઉ વાયા દુધઇ માર્ગ ઉપરના તાલુકાના નાડાપા ગામના પાટિયા પાસેથી ગત મોડીરાત્રે ભારવાહક વાહન ડમ્પરની ઉઠાંતરી થઇ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ તસ્કરી બાબતે પોલીસને જાણ કરાયા બાદ જિલ્લા સ્તરેથી તાબડતોબ સંદેશા વહેતા કરીને રાત્રિ ફરજ ઉપરના પોલીસ સ્ટાફને સર્તક કરાયા હતા. આ પછી શોધખોળ હાથ ધરાઇ હતી. તેમ પોલીસે જણાવ્યું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer