વિથોણમાં જુગારના દરોડામાં સમ ખાવા પૂરતો એક આરોપી પકડાયો, ત્રણ પલાયન

ભુજ, તા. 11 : નખત્રાણા તાલુકાના વિથોણ ગામે મફતનગર વિસ્તાર પાસે ડુંગર ઉપર બાવળની ઝાડીઓ વચ્ચે જુગાર રમી રહેલા ખેલીઓ ઉપર પોલીસે દરોડો પાડયો હતો પણ સમ ખાવા પૂરતો એક આરોપી હાથમાં આવ્યો હતો જયારે અન્ય ત્રણ જણ નાસી ગયા હતા.  ગઇકાલે સાંજે નખત્રાણા પોલીસે કરેલી આ કાર્યવાહીમાં લાખિયારવીરાના કરશન પ્રેમજી સથવારા રૂા. 3500 રોકડા અને ત્રણ મોબાઇલ ફોન સાથે પોલીસના હાથે પકડાયો હતો. જયારે વિથોણ ગામના  અન્ય ત્રણ ખેલી લાલજી દેવજી જેપાર, જગલો પગી અને પેથો દલિત ભાગી ગયા હતા. આ ચારેય આરોપી સામે ગુનો દાખલ કરાયો હતો તેમ પોલીસે જણાવ્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer