ગુજરાત મેરીટાઇમ બોર્ડની આવક ઘટવાનાં કારણો તપાસો

લાકડિયા (તા. ભચાઉ), તા. 11 : ગુજરાત મેરીટાઇમ બોર્ડની આવકોમાં વધારાના બદલે ઘટાડો થવાના કારણો તપાસવા નિયમ પ્રમાણેનાં પગલાં લેવા રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘ અને નવી વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેનને પત્ર લખીને પૂર્વ નાણામંત્રી બાબુભાઇ મેઘજી શાહે રજૂઆત કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે, રાજ્યના મેરીટાઇમ બોર્ડ પર સ્થાપિત હિતોનું વર્ચસ્વ પ્રસ્થાપિત હોવાનું અનુમાન 2015-16ની વહીવટી અહેવાલની વિગત વાચતાં તેમજ 2003 અને 2013ના વર્ષોમાં દર ત્રણ વર્ષે 20 ટકા એસઓપીસી શિડયુઅલ ઓફ પોર્ટ ચાર્જિસમાં વધારો કરવાને બદલે 2013ના એસઓપીસીમાં 8 ટકાથી 58 ટકા ઘટાડો થયાનું સરકારી ગેજેટમાં જીએમબીની કેપ્ટિવ/ખાનગી જીએમબીની જેટી પરના યાતાયાત માલ-સામાનના દરોના લિસ્ટ ટેબલમાં વાંચવા મળે છે. સમિતિની ચર્ચાઓની મિનિટ્સ સદસ્યોને આપવાના અગાઉના અધ્યક્ષ મંગલદાસ પટેલનાં માર્ગદર્શન અનુસાર માગવામાં આવ્યાનું વિદિત કરવું જરૂરી ગણું છું. આ અગાઉ મુખ્યમંત્રી પરામર્શ સમિતિના સભ્યને નાતે મને મળેલી માહિતી/જવાબમાં 2005-06થી 2007-08ના ત્રણ વર્ષના સરેરાશ વર્ષે 9 કરોડ ટન ટ્રાફિકના પ્રતિ ટને 24 રૂા.ની ઉપજ 2015-16માં ઘટીને પ્રતિ ટને 4.50 થવાના કારણોમાં પ્રથમ દૃષ્ટિએ 2003ના એસઓપીસીમાં 2013ના દરોમાં ઘટાડો મુખ્યત્વે ખાનગી પોર્ટને પીપાવાવ અને મુંદરા અદાણી એસઇઝેડને ફાયદો કરાવનાર અનુભવાય છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer