ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની થયેલી વરણી

ભુજ, તા. 11 : જિલ્લા ભાજપ દ્વારા પક્ષના ભુજ તાલુકા તથા મુંદરા તાલુકાના લઘુમતી મોરચા તેમજ જિલ્લા મહિલા ભાજપ દ્વારા તમામ 16 મંડળોના વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ તથા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ આમદભાઇ જતની અનુમતીથી ભુજ તાલુકા તથા મુંદરા તાલુકાના હોદ્દેદારો અને સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. મુંદરા તા. લઘુમતી મોરચાના પ્રમુખ કુંભાર હાજીમામદ કાસમ (ભુજપુર), ઉપપ્રમુખો-માંજોઠી ગફુર હાજી હારૂન (તુંબડી નાની), તુર્ક અસલમ મામદ (ધ્રબ), કુંભાર આરબ આદમ (છસરા), ચાકી કાસમ મામદ (કાંડાગરા), જામ કાસમ હાસમ (શેખડિયા), મહામંત્રી-કુંભાર ઉમરમામદ (ભદ્રેશ્વર), મંત્રીઓ-બાયડ અયુબ (ખાખર), કારા હુસેન હાજી સોમામદ (ભદ્રેશ્વર), કુંભાર કાસમ દાઉદ (ભુજપુર), માંજલિયા આધમ હુસેન (લુણી) તથા ખજાનચી તરીકે જુણેજા  ગની રહેમતુલ્લા (બેરાજા) વરાયા છે, જ્યારે તુર્ક અબ્દુલ રજાક જુસબ (ખજાનચી) (ધ્રબ). ભુજ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ-હાજીભાઇ વેરશી સમા (ખાવડા), ઉપપ્રમુખો-મામદ રહીમ અલીમામદ જત (ઝુરા), કમાલશાહ સૈયદ (ભીરંડિયારા), ખુશીમામદ જત (ભિટારા), ચાકી ઇકબાલ ફકીરમામદ (કોટડા-ચકાર), મહામંત્રી-અમીનભાઇ જત (ભગાડિયા), મંત્રીઓ જુમાભાઇ મુસા જત (પીરવાડી), સંઘાર સાબાન રમજાન (કેરા), સમા સાજિદ ઇબ્રાહીમ (માધાપર-જૂનાવાસ), રમજુભાઇ ઇસ્માઇલ સમેજા (ઢોરી), હુસેનભાઇ થેબા (જદુરા) તથા ખજાનચી તરીકે મુતવા અબ્દુલ કરીમ રસીદ (ગોરેવાલી) વરાયા છે, ઉપરાંત બંને તાલુકામાં કારોબારી સભ્યોની નિમણૂકો કરાઇ છે.  ઉપરાંત જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી પટેલ તથા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજાની અનુમતીથી મહિલા મોરચના જિલ્લાના તમામ 16 મંડલોના પ્રમુખ તથા મહામંત્રીઓની નિમણૂક કરી છે, જેમાં માંડવી શહેરના પ્રમુખ-તારાબેન ગોસ્વામી, મહામંત્રી-હર્ષિદાબેન રાઠોડ, માંડવી તાલુકાના પ્રમુખ-શિલ્પાબેન રાજગોર, મહામંત્રી-વાલબાઇ ગઢવી, અંજાર શહેર પ્રમુખ-બીનાબેન કોટક, મહામંત્રી-કંચનબેન બાંભણિયા, અંજાર તાલુકા પ્રમુખ-ધરમબા અનિરુદ્ધસિંહ જાડેજા, મહામંત્રી-ભચીબેન ભચુભાઇ વાળા, ગાંધીધામ શહેર પ્રમુખ-અનિતાબેન દક્ષિણી, મહામંત્રી-જયાબેન દાફડા, ગાંધીધામ તાલુકા પ્રમુખ-રામેશ્વરીબેન સામજી તેજા, મહામંત્રી-દેવુબેન સોરઠિયા, અબડાસા પ્રમુખ-વાસંતીબેન જયેશભાઇ બ્રહ્મક્ષત્રિય, મહામંત્રી-જશુબા જુવાનસિંહ જાડેજા, ભચાઉ શહેર પ્રમુખ-ભાવનાબેન દવે, મહામંત્રી-મોંઘીબેન પ્રજાપતિ, ભચાઉ તાલુકાના પ્રમુખ-હિનાબેન સાધુ, મહામંત્રી-જશુબેન વાવિયા, ભુજ શહેર પ્રમુખ-મંદાબેન પટણી, મહામંત્રી-ગીતાબેન રૂપારેલ, ભુજ તાલુકા પ્રમુખ-પારુલબેન રમેશભાઇ કારા, મહામંત્રી-પ્રીતિબેન મનજી વેકરિયા, રાપર શહેર પ્રમુખ-લક્ષ્મીબેન ગુંસાઇ, મહામંત્રી-લતાબેન રાજગોર,  રાપર તાલુકા પ્રમુખ-દક્ષાબેન ડી. ઠક્કર, મહામંત્રી-ગાયત્રીબેન વી. પ્રજાપતિ, મુંદરા તાલુકા પ્રમુખ-માલિનીબેન ગોર, મહામંત્રી-ખુશ્બૂબેન શર્મા, નખત્રાણા પ્રમુખ-લક્ષ્મીબેન નાથાણી, મહામંત્રી-મોહનબા મનુભા પઢિયાર, લખપત પ્રમુખ-સુશીલાબેન મહેન્દ્રભાઇ ગોસ્વામી (વર્માનગર), મંત્રી-દિપાબેન યોગેશભાઇ શાહ (દયાપર) વરાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ ઘનશ્યામ ઠક્કરની યાદીમાં જણાવાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer