કોઠારામાં રોમિયોગીરી જેવી પ્રવૃતિ વધ્યાની રાડ : પોલીસની ડ્રાઇવ બની જરૂરી

કોઠારા (અબડાસા), તા. 11 : આ વિકસિત ગામે છેલ્લા કેટલાક સમયથી રોમિયોગીરી જેવી પ્રવૃત્તિ વધી હોવાની ફરિયાદો ઊઠી છે, જેની સામે પોલીસતંત્ર એન્ટિ રોમિયો   ડ્રાઇવ યોજે તે જરૂરી લાગી રહ્યંy છે. બહાર આવેલી ફરિયાદો મુજબ, આ ગામે શાળા આસપાસના વિસ્તારમાં તથા વિશ્રાંતિ અને રજા પડવાના સમયે આડિંગો જમાવીને પડયા-પાથર્યા રહેતા લવરમૂછિયાઓ ધીરે-ધીરે ઉપદ્રવ બની રહ્યા છે. પુરપાટ વાહનો દોડાવવા અને કારણ વગર હોર્ન વગાડવા જેવી આવાં તત્ત્વોની હરકત ધીરે-ધીરે સમસ્યા બનવા લાગી છે, તો શાળામાં રજા પડયા બાદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ આવું જ જોવા મળી રહ્યું છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer