ગાંધીધામની ભાગોળેથી ચાર જુગાર ઝડપાયા

ગાંધીધામ, તા. 11 : શહેરની ભાગોળે ઇન્દિરાનગર વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાછળ જુગાર ખેલતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડી રોકડા રૂા. 12,080 જપ્ત કર્યા હતા. ઇન્દિરા નગરના બસસ્ટેન્ડ પાછળ જાહેરમાં ગંજીપાના વડે તીનપતીનો જુગાર ખેલતા શખ્સો ઉપર પોલીસ ત્રાટકી હતી. પોલીસની આ કાર્યવાહી દરમ્યાન કૃષ્ણા બદરી સહાની, બ્રિજેશ સોહન ચૌધરી, મુન્ના રાજેન્દ્ર ઠાકુર અને મુકેશ બુલંદ સહાની નામના શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા, પકડાયેલા આ ખેલીઓ પાસેથી પોલીસે રોકડા રૂા. 12,080 હસ્તગત કર્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer