ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યૂ માટે હવે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ જરૂરી નહીં

ભુજ, તા. 11 : આરટીઓ લાયસન્સ મેળવવાની કામગીરી ઓનલાઈન થયા બાદ લાયસન્સ રિન્યૂ સહિતની અન્ય નાની કામગીરી પણ ઓનલાઈન કરવામાં અરજદારોને પડતી તકલીફોની નોંધ લઈને વાહનવ્યવહાર કમિશનરે હવે રિન્યૂ સહિતની અન્ય નાની કામગીરી માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવવામાંથી મુક્તિ આપતાં હજારો અરજદારોને રાહત થશે. ગાંધીનગર સ્થિત વાહન- વ્યવહાર કમિશનર કચેરીના રાજ્યભરના તમામ આરટીઓ અધિકારીઓ જોગ આદેશમાં આમ જણાવવામાં આવ્યું હતું કમિશનરે જણાવ્યું હતું કે, અરજદારોને હાલાકી ન પડે એ માટે તાત્કાલિક અસરથી સારથી-4માં ઓનલાઈન એપોઈન્ટ- મેન્ટમાં ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યૂ, ડ્રાઈવિંગ લાયસન્સમાં નામ બદલવું, સીઓવી (ક્લાસ ઓફ વ્હિકલ) સરેન્ડર કરવું, ફોટો બદલવો, હેઝાર્ડ્સ ડ્રાઈવિંગ લાયસન્સનાં એન્ડોર્સમેન્ટ કરવા, એનઓસી ઈશ્યુ કરવા અને ડ્રાઈવિંગ લાયસન્સ એક્સ્ટ્રેક્ટ લેવું એ કાર્યવાહીમાં સ્લોટ બુકિંગની કામગીરી બંધ કરવામાં આવે છે અને આ કામગીરી હવે એપોઈન્ટમેન્ટ વિના કરવાની રહેશે.આ ઉપરાંત અરજદાર ડ્રાઈવિંગ લાયસન્સની એક્સ્ટ્રેક્ટ (માહિતી) પણ કોઈપણ કચેરીએથી મેળવી શકાશે. આ નિયમોમાં બદલાવ બાદ હવે જે અરજદારોએ અગાઉથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ મેળવી લીધી છે તે અને જેઓ હવે એપોઈન્ટમેન્ટ વિના જ આવે તેમની અરજી મુજબની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે એમ કમિશનરે જણાવ્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer