માંડવીમાં રખડુ ઢોરો શિરદર્દ

માંડવી, તા. 11 : શહેરમાં હમણાં-હમણાં રખડતાં ઢોરોએ ભારે ઉપાડો લીધો છે. શહેરના ભાગ્યે જ કોઇ શેરી, ગલી કે મહોલ્લો હશે જ્યાં ગાય, સાંઢ, વાછરડા, પાડા ન ફરતા હોય. ભૂતકાળમાં લડતાં ઢોરોથી આ શહેરે બે-ત્રણ માનવજીવ ગુમાવ્યા છે તે તો સૌ જાણે છે. દેખાતાં બિનવારસુ ઢોરો લડતાં- લડતાં ઊભેલી ગાડીઓને નુકસાન પહોંચાડે અને ઘણાં ઘરોમાં ઘૂસી જવા સુધીની બીના બની જાય છે. આ ઘટના ન માત્ર માંડવીની છે, પરંતુ હવે તો સારાયે કચ્છ માટે શિરદર્દ બની ગઇ છે. માંડવી નગર સેવા સદનના નવા ચૂંટાયેલા પ્રમુખની કામગીરી જોતાં નગરવાસીઓને આશાનું કિરણ દેખાઇ રહ્યું છે, ત્યારે આ સમસ્યાનો ઉકેલ જલદી લાવશે એવું લોકો ઇચ્છી રહ્યા છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer