ભુજના રાષ્ટ્રીય સ્મારક છતરડીમાં અમુક તત્ત્વોના અડિંગાથી કાયદાનો ભંગ

ભુજ, તા. 11 : અહીં રાષ્ટ્રીય રક્ષિત સ્મારક એવી રા' લખપતજીની છતરડીની જાળવણીમાં સ્થાનિક લોકો દ્વારા ઉભા કરાતા વિક્ષેપ અંગે ખુદ ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ?(બગીચા વિભાગ)ના અધિકારીએ પોલીસતંત્ર સમક્ષ રજૂઆત કરી છે. પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગના એચ.ટી.એસ. સંજયભાઇ ચૌહાણે એ-ડિવિઝનને પત્ર?લખીને રજૂઆત કરી છે કે છતરડી જેવા પ્રાચીન સ્મારક અને અવશેષો અધિનિયમ 1958, રૂલ્સ 1959 અને એમેન્ડમેન્ટ એન્ડ વેલીડેશન અધિનિયમ 2010 અંતર્ગત આ વિભાગ દ્વારા થાય છે. આ સ્મારક જોવાનો સમય સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીનો છે છતાં સૂર્યાસ્ત પછી પણ સ્થાનિક લોકો રક્ષિત અને બગીચા વિસ્તારમાંથી બહાર નીકળતા નથી. અમુક ત્રી-પુરુષો પોતાના કૂતરા સાથે પ્રવેશ કરે છે, ક્રિકેટ?રમે છે, સૂર્યાસ્ત પછી પણ કલાક-બે કલાક અંધારામાં રોકાઇને કાયદાનો ભંગ કરે છે. આ બાબતે સંયુક્તા સોસાયટી દ્વારા પણ?ફરિયાદ કરાઇ?છે. ભવિષ્યમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પાસે તેમણે સહકાર માગ્યો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer