ખાવડામાં જમીન દબાણ સામે ગામલોકોમાં રોષ

ખાવડા (તા. ભુજ), તા. 11: ખાવડામાં દબાણની પ્રવૃત્તિએ માઝા મૂકી છે અને હવે તો રસ્તાઓ પર ચાલવું પણ કઠિન થઇ પડયું છે. ખાસ કરીને હવે સરકારી ઇમારતો આસપાસ પણ બેરોકટોક દબાણો થઇ રહ્યાં છે. સરકારી દવાખાના, શાળા, પોસ્ટઓફિસ, ડાક બંગલો, અનાજ ગોડાઉન પાસે દબાણ થઇ રહ્યું હોવાની રાવ ઊઠી છે. છેલ્લા ત્રણેક દિવસથી ગ્રામપંચાયત પાસે અને ગોડાઉન પાસે સાફસૂફી કરી મોટા પ્લોટ પર દબાણની થઇ રહેલી પેરવી સામે ગ્રામજનોમાં આક્રોશ હતો અને આજે સરપંચ સહિત પંચાયતના સભ્યો અને તમામ કોમના આગેવાનો પંચાયત કચેરીમાં ભેગા થયા હતા અને ઉભરો બહાર આવ્યો હતો અને સરપંચ સહિત અંદાજે 50 જેટલા ગ્રામજનોએ ઉગ્ર ચર્ચા-વિચારણા બાદ સહીઓ સાથેનો પત્ર?ખાવડા પોલીસને સોંપ્યો હતો અને દબાણ?અટકાવવા વિનંતી કરતાં સંબંધિત શખ્સને બોલાવીને આધારો પંચાયત પાસે રજૂ કરવા પોલીસે સૂચના આપી હોવાના સમાચાર છે. ઉપરાંતમાં દબાણ મામલે ટૂંક સમયમાં ગ્રામસભા બોલાવી દબાણકારો પર રોક લગાવવા નોટિસો સહિત કાર્યવાહી કરવાનું નક્કી કરાયું છે. ગામના સમા, સુમરા, કોળી, દલિત, ખત્રી, લોહાણા, કુંભાર એમ તમામ સમાજોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. દબાણ?હાઇવે પાસે થતું હોઇ જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલકને પણ પંચાયત તરફથી જાણ કરાઇ?છે. તંત્ર?પણ આ મામલે દરમ્યાનગીરી કરીને દબાણ અટકાવે તેવી લોકલાગણી છે. તંત્રનો સહયોગ નહીં મળે તો સરપંચ સહિત તમામ સભ્યો રાજીનામાં ધરી દેવાના મૂડમાં છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer