ભુજથી લખપતના રસ્તાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘોષિત કરવા માટે માગણી

નખત્રાણા, તા.11 : જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ- ગુજરાત-કચ્છ જિલ્લાના પ્રમુખ કાનજીભાઈ હરિરામ કાપડીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી માર્ગ અને મકાન વિકાસ નીતિનભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના મંત્રી માર્ગ પરિવહન ધોરીમાર્ગ મનસુખભાઈ માંડવિયાને નખત્રાણા, માતાના મઢ-લખપત માર્ગને નેશનલ હાઈવેમાં સમાવવા તેમજ રોડને ચાર માર્ગીય બનાવી પહોળો કરવાની  માંગણી સાથેનો પત્ર લખ્યો છે.  પત્રમાં જણાવ્યાનુસાર ભુજ-લખપત રાજ્ય ધોરીમાર્ગ એસ.એચ.-42ની કુલ્લ લંબાઈ 134.00 કિ.મી.ની છે. આ માર્ગ ભુજ-નખત્રાણા અને લખપત તાલુકાને જોડતો અતિ મહત્વનો રસ્તો છે. દિવસે-દિવસે આ માર્ગ પર ટ્રાફિકમાં વધારો થતો જાય છે. આ માર્ગ પર અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. સુચારુ ટ્રાફિક વ્યવસ્થા માટે તેમજ માનવ જિંદગી બચાવવા માટે આ માર્ગને પહોળો કરી ચાર-માર્ગીય કરવાની ખૂબ જ જરૂરિયાત સાથે આવશ્યક છે. તો ભુજ-નખત્રાણા-માતાનામઢ-લખપત માર્ગને તાત્કાલિક નેશનલ હાઈવેમાં સમાવવા અંગત રસ લઈ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer