ગૌમાંસ પકડનારા ગાંધીધામના પોલીસ અધિકારીનું સન્માન

ગાંધીધામ, તા. 11 : શહેરના સુંદરપુરી વિસ્તારમાંથી ગૌમાંસ પકડી લેનારા શહેરના પોલીસ અધિકારીઓનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું. વિહિપ કચ્છના કારોબારી અધ્યક્ષ મોહનભાઇ ધારશી ઠક્કરની યાદીમાં જણાવ્યા પ્રમાણે એ-ડિવિઝન પી.આઇ. એસ. બી. સુથાર તથા એલ.સી.બી. પી.આઇ. જે. પી. જાડેજાના માર્ગદર્શન તળે થયેલી આ કાર્યવાહી સબબ આ બંને અધિકારીઓને સન્માનાયા હતા. વિવિધ સંસ્થાના અગ્રણીઓ વિનોદભાઇ ભાનુશાલી, બલદેવપુરી ગોસ્વામી, અશોકભાઇ સોની, અમિતભાઇ શાહ, અશોકભાઇ કેલા, મોહનભાઇ સથવારા, ત્રિકમદાસજી મહારાજ વગેરેએ પણ કામગીરીની પ્રશંસા કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer