અડીખમ મહિલા ગ્રુપ કચ્છમાં સંયોજક માટે ચૂંટણી કરશે

ગાંધીધામ, તા. 11 : કચ્છના માજી સાંસદ દ્વારા રચાયેલા બિનરાજકીય અડીખમ મહિલા ગ્રુપ દ્વારા કચ્છમાં વિધાનસભા વિસ્તાર દીઠ સંયોજક અને સહસંયોજક નિમવા ચૂંટણીનું આયોજન થયું છે. બે તબક્કામાં યોજાનારી આ ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત પ્રથમ તબક્કામાં તા. 15-7ના સાંજે 6 વાગ્યે પૂર્વ સાંસદ પૂનમબેન જાટના નિવાસસ્થાને સંયોજક તથા સહસંયોજકની ચૂંટણી થશે. જેમાં વિધાનસભા ગાંધીધામ વિસ્તારની બહેનો મતદાન કરશે. બીજા તબક્કામાં તા. 22-7ના સવારે 11 વાગ્યે ભુજ ઉમેદ ભુવનમાં ભુજ વિભાગ માટે અને તે જ દિવસે સાંજે પાંચ વાગ્યે ફન એન ફૂડ હોટેલ-નખત્રાણામાં અબડાસા વિભાગ માટે મતદાન યોજાશે. હોદ્દેદારોની મુદત એક વર્ષની રહેશે અને કામગીરીની નજરે બીજી ટર્મ અપાશે. ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વેલજીભાઇ જાટ કામગીરી સંભાળશે, તેવું એક યાદીમાં જણાવાયું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer