ગાંધીધામ : શરીર સંતુલન શિબિરનો 70 જેટલા લોકોએ લીધો લાભ

ગાંધીધામ, તા. 11 : અહીંની સંસ્થા મારવાડી યુવા મંચ અને એન.આર. ગુપ્તા ચેરિટબેલ ટ્રસ્ટ દ્વારા શરીર સંતુલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું  હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ  લાભ લીધો હતો.  સતત 12 વર્ષથી યોજાતા આ શિબિરમાં ધર્મેન્દ્ર કનોજિયા દ્વારા સાંધાના દુ:ખાવા, વા, સાઇટિકા, કમરનો દુ:ખાવો, હૃદયની તકલીફ, ડાયાબિટીસ, ત્રી-પુરુષની ગુપ્ત સમસ્યા, બાળકોની તકલીફો, શરીર સંતુલન જાળવી દૂર કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સૂવા- બેસવાની સાચી પદ્ધતિ થકી જ રોગોથી મુક્તિ મેળવી શકાય છે તેવી સમજ તેમણે આપી હતી. શિબિરમાં ગાંધીધામ તેમજ આસપાસના વિસ્તારના 70 જેટલા લોકોએ લાભ લીધો હતો. મારવાડી યુવા મંચના પ્રમુખ મુકેશ પારેખ, મંત્રી જિતેન્દ્ર સી. જૈન (શેઠિયા), શિબિરના કન્વીનર મોહનલાલ જોગીમ, ઓમપ્રકાશ ચોપરા, પ્રશાંત અગ્રવાલ, ખજાનચી શૈલેન્દ્ર જૈન, નેમિચંદ શર્મા તેમજ અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer