નખત્રાણામાં વરસાદને રીઝવવા વર્ષાયજ્ઞનું આયોજન

નખત્રાણામાં વરસાદને રીઝવવા વર્ષાયજ્ઞનું આયોજન
નખત્રાણા, તા. 10 : આર્ય સમાજ નખત્રાણા દ્વારા આગામી તા. 12/7થી 17/7 સુધી પાંચ દિવસ પર્યાવરણમાં રહેલા પ્રદૂષણોને દૂર કરી વર્ષા-વરસાદના વાતાવરણને અનુકૂળ બનાવવાના પ્રયાસ સ્વરૂપે પર્યાવરણ શુદ્ધિ વર્ષા મહાયજ્ઞનું આયોજન અહીંના કૈલાસનગર ખાતે કરવામાં આવ્યું છે. પાંચ દિવસ ચાલનારો આ મહાયજ્ઞ દરરોજ સવારે 9થી 5 સુધી ચાલશે.  આ વર્ષા મહાયજ્ઞ ડો. કમલ નારાયણજી આર્ય-રાયપુર (છ.ગ.)વાળાના બ્રહ્મસ્થાનેથી કરવામાં આવશે. જેઓએ યજ્ઞ ચિકિત્સા પર પીએચ.ડી. કર્યું છે. અત્યાર સુધી અનેક સફળ મહાયજ્ઞના અધ્યક્ષ થયા છે. આ વર્ષાયજ્ઞના મુખ્ય દાતા ગોપાલભાઇ રામજી કેશરાણી (છાભૈયા), ગં.સ્વ. કસ્તૂરબેન પરષોત્તમ કેશરાણી, ગં.સ્વ. હંસાબેન  ઇશ્વરલાલ   કેશરાણી, વીરેન્દ્રભાઇ હરિલાલ કેશરાણી,  આર્ય  લુમ્બર્સ  પ્રા. લિ. હસ્તે પરષોત્તમ વાલજી નાકરાણી ગાંધીધામ-નખત્રાણા રહેશે. વધુ વિગત માટે જગદીશભાઇ કેશરાણી મો.નં. 98259 63170, કમલેશભાઇ કેશરાણી-98258 25580 પર સંપર્ક કરવા આર્ય સમાજ મંદિર-નખત્રાણાની   યાદીમાં  જણાવાયું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer